બિહારના લૌરિયાના બીજેપી ધારાસભ્યનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં ધારાસભ્ય વિનય બિહારી હાથમાં રાઇફલ લઈને હાથી પર બેસી મેળો જોવાનીકળ્યા છે તે હવામાં રાઇફલ લહેરાવે પણ છે જેનો કોઈ સ્થાનિકે વીડિયો શૂટ કરીને વાઇરલ કર્યો છે વિનય બિહારી મશહૂર ભોજપુરી ગાયક પણ છે, 2010 અને 2015ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં અપક્ષમાંથી લૌરયાના ધારાસભ્ય બન્યા માર્ચ 2017માં તેમણે પોતાના વિસ્તારમાં રસ્તો બનાવવા માટે અનોખું પ્રદર્શન કરેલું જેને લઈને ચર્ચામાં રહ્યા હતા