ચીનથી આવેલા કોરોના વાઇરસની ચેઇનને અટકાવવા માટે જનતા કરફ્યુનું શસ્ત્ર વડોદરામાં સાર્થક રહ્યું હતું સવાર પડતાંજ વાહનોના ઘોંઘાટથી શરૂ થતો દિવસ શાંતિથી શરૂ થયો હતો એકલ-દોકલ વાહનોને બાદ કરતા માર્ગો સુમસામ રહ્યા હતા એતો ઠીક મોર્નિંગ વોકરોએ પણ રજા રાખી હતી અને ઘરમાંજ કસરત કરીને દિવસની શરૂઆત કરી હતી વડોદરા રેલવે સ્ટેશનના સ્ટેશનના ઇતિહાસમાં પ્રથમ વખત સન્નાટો જોવા મળ્યો હતો ચોવિસ કલાક મુસાફરોથી ભરાયેલું રહેતું વડોદરા રેલવે સ્ટેશન ઉપર એક પણ મુસાફર જોવા મળ્યો ન હતો માત્ર વડોદરા આવેલી ટ્રેનોના મુસાફરોજ જોવા મળ્યા હતા જનતા કરફ્યુના કારણે રેલવે સ્ટેશન ઉપરની ખાણી-પીણીના સ્ટોલો પણ બંધ રહ્યા હતા રેલવે પ્લેટફોર્મ ઉપર માત્ર પોલીસ જવાનોજ બંદોબસ્ત કરતા નજરે પડ્યા હતા એજ રીતે વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોમાં પણ સન્નાટો રહ્યો હતો ચોવિસ કલાક મુસાફરોની આવન-જાવનથી ધમધમતુ રહેતું સેન્ટ્રલ એસટી ડેપો મુસાફરો વિના જોવા મળ્યું હતું વડોદરા ડિવીઝનની તમામ બસોના પૈંડા સેન્ટ્રલ એસટી ડેપોમાં થંભાવી દેવામાં આવ્યા હતા એસટી કર્મચારીઓની હડતાળ હોય ત્યારે અટવાયેલા મુસાફરો તો જોવા મળતાજ હતા પરંતુ, કોરોના વાઇરસની ચેઇનને અટકાવવા માટે વડાપ્રધાને રવિવારે જનતા કરફ્યુના કરેલા આહ્વવાનને પગલે એસટી ડેપોમાં એકપણ મુસાફર જોવા મળ્યો ન હતો આ ઉપરાંત એસટી ડેપો સ્થિત તમામ દુકાનો, શોપિંગ સેન્ટરો પણ બંધ રહ્યા હતા