પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ત્રણ દિવસના પ્રવાસે થાઇલેન્ડ પહોંચ્યા બેંગકોકના નિમિબુત્ર સ્ટેડિયમમાં ‘સ્વાસદી પીએમ મોદી’ ઇવેન્ટમાં તેમણે ભારતીય સમુદાયને સંબોધન કર્યું નિમિબત્રુ સ્ટેડિયમમાં તેમણે ગુરુ નાનક દેવની 550મી જયંતિના અવસર પર સિક્કો અને તમિલ ગ્રંથ તિરુક્કુલનો થાઇ અનુવાદ પણ જાહેર કર્યો મોદી થાઇલેન્ડમાં આસિયાન-ઈન્ડિયા, ઇસ્ટ એશિયા અને RCEP સમિટમાં ભાગ લેશે સંબોધનમાં તેમણે કહ્યું કે થાઇલેન્ડના કણ-કણ અને જણ-જણમાં પોતીકાપણું દેખાય છે આ સંબંધો દિલ, આત્મ, આસ્થા અને અધ્યાત્મના છે ભારતનું પૌરાણિક નામ જમ્બૂદ્વીપથી જોડાયેલું છે થાઇલેન્ડ સ્વર્ણભૂમિનો ભાગ હતું ભગવાન રામની મર્યાદા અને બુદ્ધની કરૂણા આપણી સંયુક્ત વિરાસત છે