ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની પોતાને આદર્શ પતિઓથી સારો સમજે છે તેનું કહેવું છે કે, તે પત્નીની દરેક વાતનો 'હા'માં જવાબ આપે છે, કારણકે તેનાથી તેની પત્ની ખુશ રહે છે ધોનીએ આ વાત મંગળવારે ચેન્નાઇમાં એક મેટ્રોમોનિયલ સાઈટ દ્વારા આયોજિત ઇવેન્ટમાં કહી હતી ધોની તેનો બ્રાન્ડ ઍમ્બૅસેડર છે ધોનીએ કહ્યું કે બધા પુરુષ લગ્ન પહેલા સિંહ હોય છે