લોકસભામાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલુ બજેટ રજૂ કર્યું છે આ બજેટ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ દેશનું ડ્રીમ બજેટ છે આ બજેટમાં ઉદ્યોગ-ઉદ્યમીઓને મજબૂતી મળશે તેમાં ગામ-ગરીબોનો ખ્યાલ રાખવામાં આવ્યો છે આ બજેટ શિક્ષણને સુધારશે, આર્ટિફિશય ઈન્ટેલિજન્સ (એઆઈ) અને સ્પેસ (ઉપગ્રહ)નો ફાયદો લોકોને મળી શકશે કોંગ્રેસે કહ્યું કે, આ બજેટમાં કશુ જ નવું નથી જૂના વાયદાઓનું માત્ર પુનરાવર્તન કરવામાં આવ્યું છે
બજેટ પછી વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ બજેટમાં સામાન્ય નાગરિકો માટે ઈઝ ઓફ લિવિંગ પણ છે આ એક ગ્રીન બજેટ છે તેમાં સોલર સેક્ટર, પર્યાવરણ સંરક્ષણ પર ભાર આપવામાં આવ્યો છે છેલ્લા પાંચ વર્ષોમાં દેશ આત્મવિશ્વાસથી ભરાયો છે અનેક મુશ્કેલીઓથી સામાન્ય માનવીઓના જીવન સરળ બન્યા છે