વડોદરાઃ વડોદરા મહાનગરપાલિકાની વોર્ડ નં-13માં ખાલી પડેલી કાઉન્સિલરની એક બેઠકની પેટા ચૂંટણી માટે આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે કોંગ્રેસ બેઠક જાળવી રાખવા માટે અને ભાજપે કોંગ્રેસ પાસેથી બેઠક આંચકી લેવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે વોર્ડ નં-13ના તાત્કાલિન કોંગ્રેસના કાઉન્સિલર જીતુ ઠાકોરના અવસાન બાદ બેઠક ખાલી પડી હતી જેના માટે જાહેરનામું પ્રસિદ્ધ થતા આજે પેટા ચૂંટણી યોજાઇ રહી છે ભાજપમાંથી ગોપાલ ગોહિલ અને કોંગ્રેસમાંથી દેવાંગ ઠાકોર વચ્ચે સીધો ચૂંટણી જંગ યોજાઇ રહ્યો છે વોર્ડ નં-13માં 62,444 મતદારો નોંધાયા છે પુરુષ મતદારોની સંખ્યા 31,320 છે જ્યારે સ્ત્રી મતદારોની સંખ્યા 31,105 જેટલી છે વોર્ડમાં જાતિના સમિકરણની વાત કરીએ તો ઓબીસી, એસસી, એસટી મતદારોની સંખ્યા અંદાજીત 22 હજાર જેટલી છે મરાઠી મતદારોની સંખ્યા 9 હજાર જેટલી છે મુસ્લિમ મતદારો પણ સાડા સાત હજાર જેટલા છે