ઉત્તર કોરિયામાં ચૂંટણીની વાત સાંભળીને સૌ કોઇ હેરાન થઇ જાય છે અહીં ચૂંટણી માત્ર એક રાજકીય રિવાજ છે જેમાં ઉમેદવારોને ક્યારેય કોઇ પણ પ્રકારની પ્રતિસ્પર્ધાનો સામનો કરવો નથી પડતો ચૂંટણી દ્વારા કિમ શાસન પ્રત્યે વફાદાર ઉમેદવાર બહુમત મેળવવાનો દાવો રજૂ કરી શકે છે
અહીં કોઇ વિચારધારાની લડાઇ નથી અને ઉમેદવારો વચ્ચે કોઇ પ્રતિસ્પર્ધા પણ નથી જાણકારો પ્રમણે ચૂંટણી માત્ર અમુક સમૃદ્ધ અને શક્તિશાળી લોકો માટે થાય છે
બ્રિટીશ રાજકારણી અને ટોકિંગ ટુ નોર્થ કોરિયા પુસ્તકના લેખક ગ્લેન ફોર્ડ જણાવે છે, ઉત્તર કોરિયામાં 17ની ઉમરમાં નાગરિકો માટે મતદાન અનિવાર્ય છે જે નાગરિક વિદેશ યાત્રા પર હોય તેમનેજ છૂટ મળે છે મતદાન કેન્દ્રમાં જતા જ તમને એક પેપરશીટ મળે છે જેમાં માત્ર એક જ ઉમેદવારનું નામ હોય છે ફોર્ડ ઉત્તર કોરિયાનો લગભગ 50 વખત પ્રવાસ કરી ચૂક્યા છે અને પ્યોંગયાંગમાં ચૂંટણી પ્રક્રિયાને ખૂબ નજીકથી જોઇ છે