જીગ્નેશ કોટેચા, રાજકોટ:આજથી હેલ્મેટ અંગે કડક કાયદાની અમલવારી શરૂ થઇ ગઇ છે રાજ્યભરમાં પોલીસ ઠેર ઠેર હેલ્મેટ ન પહેરનાર લોકોને દંડી કાયદાનું પાલન કરવા જ્ઞાન આપી રહ્યા છે પરંતુ હેલ્મેટ લોકોને સાચવવામાં મુશ્કેલી થઇ રહી છે પરંતુ રાજકોટના યુવાન શૈલેષભાઇ શેઠે હેલ્મેટ સાચવવાનો ધંધો શરૂ કર્યો છે અને એક દિવસમાં 10 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે આજે 15થી 20 લોકોએ આજે હેલ્મેટ સાચવવા આપી ગયા હતા
બપોર સિવાય આખો દિવસ હેલ્મેટ સાચવશે
શહેરના સોની બજાર નજીક માંડવી ચોકમાં આવેલા જૈન દેરાસર બહાર હેલ્મેટ સાચવવા માટેનું બોર્ડ લગાવ્યું છે શૈલેષભાઇને આ વિચાર ક્યાંથી આવ્યો તેવું પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું હતું કે, સોની બજારમાં લોકો ખરીદી કરવા આવતા હોય છે અને સાંકડી બજારમાં લોકો પોતાનું હેલ્મેટ કેવી રીતે સાચવે તેના પરથી વિચાર આવ્યો હતો સોની બજારની સાંકડી ગલીઓમાં બેગાળી કારીગરોને બેસવાના ફાંફા છે તેમાં હેલ્મેટ ક્યાં રાખે તેવો સવાલ પણ મનમાં થઇ રહ્યો હતો આથી હેલ્મેટ સાચવવા માટેનો વિચાર આવ્યો શૈલેષભાઇએ લગાવેલા બોર્ડમાં લખવામાં આવ્યું છે કે, હેલ્મેટ સાચવવા આપી જાવ, ભાડુ ફક્ત 10 રૂપિયા સવારે 10થી 1 અને સાંજે 4થી 8 વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરાયો છે