અમદાવાદની અમરાઈવાડી બેઠક પર માત્ર 32 ટકા જેટલું જ મતદાન થયું છે સૌથી વધુ મતદાન થરાદમાં અંદાજે 66 ટકા, રાધનપુરમાં 60 ટકા, ખેરાલુમાં 43 ટકા, બાયડમાં 58 ટકા અને લુણાવાડામાં 48 ટકા નોંધાયું છે ઓછા મતદાનથી પરિણામ ઉત્સુકતાભર્યા રહેશે
મહારાષ્ટ્રની 288 બેઠકો અને હરિયાણાની 90 વિધાનસભા બેઠકો માટે પણ મતદાન સંપન્ન થયું છે આ બન્ને રાજ્યોના મતદારોએ પણ મોળો પ્રતિસાદ આપ્યો છે મતદાનની ટકાવારી ઘટતા ઉમેદવારોના જીવ તાળવે ચોંટ્યા છે