ઈન્દોરની એમરાલ્ડ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ચાલી રહેલ 51મી રાઉન્ડ સ્કવેર ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં વિશ્વની પહેલી રોબોટ નાગરિક સોફિયા સાથે વાતચીતનું એક સેશન રાખવામાં આવ્યું હતું ફિલ્મ મેકર ઉત્તરા સિંહે સોફિયા સાથે વિશ્વના મુખ્ય મુદ્દાઓ પર વાતચીત કરી સોફિયાએ જણાવ્યું હતુ કે તે વર્લ્ડમાં ક્યાંય પણ જાય છે તે લોકોને ક્લાઇમેટ ચેન્જને લઇને જાગૃત કરે છે સોફિયાને જ્યારે ઉત્તરા સિંહે પૂછ્યું કે તમારામાં ફિલિંગ્સ છે તો સોફિયા નારાજ થઈ ગઈ હતી અને કહ્યું હતું કે મને તમે હર્ટ કરી છે મારામાં પણ ભાવનાઓ છે