ઈરાનના તેહરાન વિશ્વવિદ્યાલયમાં એક એવો રોબોટ બનાવવામાં આવ્યો છે જે 100 ભાષાઓ બોલી શકે છે આટલું જ નહીં તે ભાષાઓ સમજીને તેનું ટ્રાન્સલેશન પણ કરી શકે છે આ લોકોના ચહેરાઓને ઓળખી શકે છે અને ફૂટબોલને કિક પણ મારી શકે છે રિપોર્ટ મુજબ વિશ્વવિદ્યાલયના ફેકલ્ટી ઓફ એન્જિનિયરે ચાર વર્ષમાં આ રોબોટને તૈયાર કર્યો છે
આ રોબોટનું નામ ‘સુરેના’ રાખવામાં આવ્યું છે આ વસ્તુઓ ઉપાડી શકે છે 100 અલગ-અલગ વસ્તુઓ ઓળખી શકે છે તે ચહેરાઓ ઓળખવામાં પણ એક્સપર્ટ છે તે હાથ મેળવીને લોકોનું અભિવાદન પર કરી શકે છે