બિઝનેસ ડેસ્ક:કહેવાય છે કે Necessisity is the mother of invention વૈજ્ઞાનિક શોધખોળ માટેનો આ નિયમ જરૂરિયાતને પણ એટલો જ લાગુ પડે જુઓ આ બે કિસ્સાઓ
કેસ - 1:
રાજકોટના રાહુલ દવે અને અમદાવાદના ઋજુલ મહેતા એક સ્ટાર્ટ-અપ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે બિઝનેસની જરૂરિયાતને લીધે તેમણે અમદાવાદમાં જ કામ કરવું પડે તેમ છે ક્લાયન્ટ્સને મળવાની અનુકૂળતા રહે એ માટે એસજી હાઈ-વે આસપાસ જ ક્યાંક ઓફિસ હોય એ અનિવાર્યતા છે અહીં ચાર લોકોને સમાવી શકે એવી ઓફિસ ખરીદવી એક નવાં સ્ટાર્ટ-અપ માટે ખૂબ જ મોંઘું પડે તેમની આ મુશ્કેલીનો હલ આપે છે ઓફિસ સ્પેસ શેરિંગનો નવો કોન્સેપ્ટ
કેસ- 2:
ઈન્ફોન્ઝા નામે સોફ્ટવેર ડેવલપર કંપનીએ દસ વર્ષ પહેલાં એસજીહાઈ-વે પર ઓફિસ ખરીદીને શરૂઆત કરી હતી એ વખતે તેમનાં સ્ટાફમાં 30 લોકો હતા ધીમે ધીમે તેમનું મોટાભાગનું કામ આઉટસોર્સિંગ અને વર્ક ફ્રોમ હોમ બેઝ્ડ થવા લાગ્યું આજે દિવસ દરમિયાન ઓફિસમાં બેસીને કામ કરે એવા ફક્ત 8 લોકો જ છે આટલા લોકો માટે ઓફિસનો બેઝિક એક્સ્પેન્સ ઘણો ઊંચો રહે ઓફિસનું ડેસ્ક મેનેજમેન્ટ પણ એવું છે કે તેને પાર્ટલી રેન્ટ પર આપી શકાય તેમ નથી તો મેન્ટેનન્સનો બેઝિક ખર્ચ પણ વહેંચાય અને ઓફિસનો પૂરો ઉપયોગ પણ થાય એ માટે શું કરવું? એ વખતે તેમને ઉપયોગી બન્યો છે ઓફિસ સ્પેસ શેરિંગનો કોન્સેપ્ટ