નવી દિલ્હી: દિલ્હીમાં આયોજિત 28મી આઈઈઈઈ કોન્ફરન્સ ઓન રોબોટ એન્ડ હ્યુમન ઈન્ટરએક્ટિવ કોમ્યુનિકેશનમાં સોફિયાએ પેઈન્ટિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતા સોફિયા વિશ્વની પહેલી હ્યુમનોઈડ રોબોટ છે, જે હોંગકોંગની હેન્સન રોબોટિક્સ નામની કંપનીએ ડિઝાઈન કરી છે સોફિયા 150થી પણ વધુ ફેસિયલ એક્સપ્રેશન આપી શકે છે ઓક્ટોબર 2017માં સાઉદી અરેબિયાએ સોફિયાને નાગરિકત્વ આપ્યું હતું