દિલ્હીમાં લો વિઝિબિલિટી, 32 ફ્લાઇટ ડાયવર્ટ, સીઝનમાં પહેલી વખત એક્યૂઆઇ 600થી ઉપર

DivyaBhaskar 2019-11-03

Views 1.2K

રાજધાની દિલ્હી સહિત NCR ના કેટલાક વિસ્તારોમાં રવિવાર સવારથી હળવો વરસાદ વરસી રહ્યો છે તેમ છતાં અહીં હવાના પ્રદૂષણ (એર ક્વોલિટી ઇન્ડેક્સ)માંથી લોકોને કોઈ જ રાહત મળી નથી દિલ્હીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 500 સ્તરની નજીક પહોંચી ગયો છે બવાનામાં AQI 492,આઈટીઓમાં 487 અને અશોક વિહારમાં 482 જેટલા વિક્રમી સ્તર સુધી પહોંચી ગયું છે આ એક ગંભીર સ્થિતિ માનવામાં આવે છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે પવનની ઝડપ પ્રતિ કલાક 15 થી 20 કિમી રહે તેવી શક્યતા છે દરમિયાન ઘરની બહાર નિકળતી વખતે હવાના પ્રદૂષણથી બચવા માસ્ક પહેરવાની પણ સલાહ આપવામાં આવી છે નોએડામાં મંગળવાર સુધી સ્કૂલો બંધ રાખવામાં આવી છે સવારે 9 વાગ્યાથી દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-3થી 32 ફ્લાઇટ્સને જયપુર, અમૃતસર અને લખનૌ ડાયવર્ટ કરવામાં આવી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS