પાટણ:જન્માષ્ટમીએ પાટણ શહેરમાં હિંગળાચાચર ચોક સહિત વિવિધ વિસ્તારોમાં કૃષ્ણ જન્મોત્સવ અને મટકી ફોડનો ઉત્સવ ઉજવાયો હતો રાત્રે 12 વાગ્યે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીના નાદ સાથે સમગ્ર શહેરમાં કૃષ્ણ ભક્તો ઝુમી ઉઠ્યા હતા અબીલ ગુલાલ અને પાણીની છોડોથી યુવાનોમાં આનંદ ઉમંગનો માહોલ છવાયો હતો