અમદાવાદ: પાંજરાપોળ સર્કલ પાસે BRTS બસે અડફેટે લેતા બે સગાભાઈના મોત થયા બાદ આજે કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ બહાર BRTS કોરિડોર હટાવો નિર્દોષને બચાવોના સૂત્રોચ્ચાર કર્યા હતા BRTS કોરિડોર દૂર કરવાની માંગ સાથે કોંગ્રેસના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો વિરોધના પગલે કોર્પોરેશન ઓફિસ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડક્યો હતો આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું અને પોલીસે કાર્યકરોને મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસની બહાર કાઢ્યા હતા તેમજ મહિલા કાર્યકરોએ બંગડીઓ બતાવી વિરોધ કર્યો હતો