વડોદરાઃવડોદરા શહેરના બગલામુખી મંદિરના પાંખડી પ્રશાંત ઉપાધ્યાયનો મહિલાઓ અને પુરૂષો સાથે ગરબા રમતો વીડિયો વાયરલ થયો છે આ પહેલા પ્રશાંત ઉપાધ્યાયનો મહિલાઓ પાસે દૂધ અને પાણીથી પગ ધોવડાવતો વીડિયો વાયરલ થયો હતો
શોશ્યલ મીડિયામાં સક્રિય હોવા છતાં પોલીસ પ્રશાંતને પકડી શકી નથી
બગલામુખી મંદિરનો પ્રશાંત 2180 લાખની ઠગાઇનો ગુનો નોંધાયા બાદ ભૂગર્ભમાં ઊતરી ગયો છે ભૂગર્ભમાં રહેલો પ્રશાંત સોશિયલ મીડિયામાં સક્રિય છે અને વીડિયો કોલ કરતો હોવાનું પોલીસના ધ્યાનમાં આવતાં આઇપી એડ્રેસ દ્વારા તેના લોકેશનની શોધખોળ હાથ ધરી છે જોકે શોશ્યલ મીડિયામાં પ્રશાંત સક્રિય હોવા છતાં હજુ સુધી પોલીસ તેને પકડી શકી નથી પ્રશાંત વિદેશ ન ભાગી જાય તે માટે તેની વિરૂદ્ધ લૂક આઉટ નોટિસ જારી કરવામાં આવી હતી
છેતરપિંડીની ફરિયાદ બાદ પ્રશાંત ઉપાધ્યાયના કારનામાઓ બહાર આવ્યા
ઉલ્લખનિય છે કે, વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય સામે વેપારીએ વારસિયા પોલીસમાં 2180 લાખની છેતરપિંડીની ફરિયાદ કરાઇ હતી ત્યારબાદ બગલામુખી મંદિરમાં રહેતો યુવક છેલ્લા 3 વર્ષથી રહસ્યમય રીતે ગુમ થતાં તેની માતાએ બગલામુખી મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય, કિરણબેન ગુરૂમુખ અને કોમલ ઉર્ફે પીંકી ગુરૂમુખભાઇ સામે વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જોકે કોર્ટે પ્રશાંતના આગોતરા જામીન નામંજૂર કર્યાં હતા છેતરપિંડીની ફરિયાદ બાદ પ્રશાંત ઉપાધ્યાયના કારનામાઓ બહાર આવી રહ્યા છે