વડોદરાઃવડોદરાના ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના પુત્ર હિરેન સુખડિયા દ્વારા સંચાલિત હેપ્પી હોમ ગેસ સર્વિસના ગોડાઉનમાંથી ગેસના ભરેલા બોટલ લઇને નિકળેલા ટેમ્પોને ડ્રાઇવર અને હેલ્પરને ગેસ રિફિલિંગ કરતા પુરવઠા વિભાગે ઝડપી પાડ્યા હતા હવે ગેસ રિફિલિંગ કરતો લાઇવ વીડિયો સામે આવ્યો છે વીડિયોમાં ટેમ્પો ચાલક ગેસની બેટલ આડી પાડીને ગેસ રિફિલિંગ કરતો સ્પષ્ટ દેખાય છે
મંગળવારે ગેસ રિફિલિંગ કૌભાંડ બહાર આવ્યું હતું
વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં હેપ્પીહોમ ગેસ સર્વિસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના બોટલ ભરેલો ટેમ્પો નિકળીને સમા, જલારામ મંદિર પાસે આવેલા એક કોમ્પલેક્ષમાં ગયો હતો કોમ્પલેક્ષમાં ગેસના ભરેલા બોટલમાંથી ખાલી બોટલમાં ગેરકાયદેસર રિફીલીંગની કામગીરી ચાલી રહી હતી સ્થાનિક વ્યક્તિએ કરેલી ફરિયાદને આધારે પુરવઠા વિભાગના અધિકારીઓએ રેડ કરી હતી ગેરકાયદેસર રિફિલિંગની કામગીરી ચાલી રહી હતી, ત્યારે જ અધિકારીઓએ રેડ કરીને ડ્રાઇવર અને હેલ્પરને પકડી પાડ્યા હતા ડ્રાઇવરની પ્રાથમિક પૂછપરછમાં તેણે ગેસ ચોરી કરી હોવાનું કબુલ્યું હતું આ મામલે આજે ગેસની બોટલોમાંથી ગેરકાયદેસર થઇ રહેલી રિફિલિંગનો વીડિયો વાયરલ થયો છે પુરવઠા અધિકારી મનિષા બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે