વડોદરા / મગરને દોરડા વડે બાંધીને ગ્રામજનોએ બાઇક પર સરઘસ કાઢ્યું, વીડિયો વાયરલ

DivyaBhaskar 2019-07-03

Views 781

વડોદરાઃ વાઘોડિયાના આકડીયાપુરા ગામના લોકોએ નર્મદાની માઇનોર કેનાલમાંથી મગરને દોરડા વડે બહાર કાઢ્યો હતો ત્યારબાદ મગરને બાઇક પર બેસાડીને તેનું સરઘસ કાઢતા સોશિયલ મીડિયામાં તેનો વીડિયો વાયરલ થયો હતો વાયરલ વીડિયોને પગલે વન અધિકારીઓ દોડતા થઇ ગયા હતા


વાઘોડિયા તાલુકાના આકડીયાપુરા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં મગર દેખાતા ગામ લોકોએ સરપંચને જાણ કરી હતી અને સરપંચે વન વિભાગને જાણ કરી હતી જેથી વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યુ હતું જોકે કેનાલમાં બે ફૂટ પાણી હોવાથી વન વિભાગના કર્મચારીઓ મગર પકડ્યા વિના જ જતા રહ્યા હતા, જેથી ગામ લોકો ભેગા મળીને દોરડાથી બાંધી મગરને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો અને બાઇક પર સરઘસ કાઢીને મગરને ગામના મંદિરે લઈ ગયા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS