'નંદ ઘેર આનંદ ભયોના નાદ' સાથે રાજકોટ-દ્વારકામાં રથયાત્રા નીકળી, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈએ પ્રસ્થાન કરાવ્યું

DivyaBhaskar 2019-08-24

Views 391

રાજકોટ:સૌરાષ્ટ્ર જાણે કૃષ્ણનાં રંગે રંગાયું હોય તેમ ઠેર ઠેર કૃષ્ણજન્મનાં વધામણાને લઇને ઉજવણી થઇ રહી છે સૌરાષ્ટ્ર કૃષ્ણમય બની ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી નિમિત્તે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું છે શહેરના મવડી ચોકડીથી 9 કલાકે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ત્યારે આ શોભાયાત્રાને જોવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં છે આ સાથે જ દ્વારકામાં પણ ભવ્ય શોભાયાત્રા નીકળી છે જેને જોવા માટે હજારો ભાવિક ભક્તો ઉમટી પડ્યાં છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS