ગુરુવારે એક મોટી દુર્ઘટના ટળી છે રુટીન ઉડાન ભરવા માટે નીકળેલા ભારતીય વાયુસેનાના જેગુઆર વિમાનના એન્જિન સાથે એક પક્ષી અથડાયું હતું પરિસ્થિતી પર કાબુ મેળવવા માટે પાયલટે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું પાયલટ પણ સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યો હતો લેન્ડિંગ પહેલા પાયલટે ખાલી જગ્યા જોઈને વિમાનમાં લાગેલા પ્રેક્ટિસ બોમ્બ અને ફ્યૂલ ટેંકને નીચે નાંખી દીધા હતા
ભારતીય વાયુ સેનાના સૂત્રો પ્રમાણે પક્ષી અથડાવાના કારણે વિમાનનું એન્જિન ફેઈલ થઈ ગયું હતું ત્યારબાદ જેગુઆરનો પાયલટ વિમાનને સુરક્ષિત અંબાલા ઉતારવામાં સફળ રહ્યો હતો એરફોર્સે પ્રેક્ટિસ બોમ્બને જપ્ત કરી લીધા છે
જાણકારી મુજબ આ દરમિયાન ત્યાં આસપાસના ઘરો પર વિમાનનો કેટલોક કાટમાળ પડ્યો હતો જેનાથી ઘરોમાં તિરાડ પડી ગઈ છે
આ પહેલાં ગોવા એરપોર્ટ પર જૂનમાં જ વાયુસેનાના ફાઈટર પ્લેન મિગ-29Kનું ફ્યૂલ ટેન્ક પડવાથી આગ લાગી ગઈ હતી ટેક ઓફ દરમિયાન ટેકનિકલ ખામીઓના કારણે ફ્યૂલ ટેન્કને નીચે નાખવી પડી હતી