સામાન્ય રીતે તો એવી માન્યતા જ છે કે ટ્રાફિક પોલીસ ચાર રસ્તા પર લોકો માટે ઘણીવાર મુશ્કેલીઓ જ પેદા કરે છે, જો કે, વોશિંગ્ટનના આ ટ્રાફિકમેને એક સ્મોલ પ્લેનને ટ્રાફિકથી ધમધમતા ચાર રસ્તા પર જ સફળતાપૂર્વક ઈમર્જન્સી લેન્ડિંગ કરાવીને લોકોનાં દિલ જીતી લીધાં હતાં
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ પેસિફિક એવન્યૂ તરફ આગળ વધતા એક સ્મોલ પ્લેનને ઈમર્જન્સી લેન્ડિંગ કરવાની જરૂર પડી હતી આ ઘટનાની જાણ ત્યાં પેટ્રોલિંગ કરતા થોમસનને થતાં જ તેમણે તરત જ આખો રોડ ક્લિયર કરાવી દીધો હતો જેથી પાઈલટ ટ્રાફિક પોઈન્ટ પર જ સ્મોલ પ્લેનનું ઉતરણ કરી શકે
ડેવિડ ઓકલમ નામના પાઈલટે પણ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે થોમસનને જે પ્રકારે અમને લેન્ડિંગ માટે મદદ કરી હતી તે અકલ્પનીય હતી જો આવું ના થયું હોત તો કદાચ પ્લેન ક્રેશના કારણે મારો કે અન્ય કોઈનો જીવ પણ જઈ શકતો હતો