વડોદરાઃ વડોદરા શહેરના છાણી ટીપી-13 વિસ્તારમાં સંસ્કૃતિ ફ્લેટ પાસે દોઢ તોલાની ચેઇન તોડીને બે બાઇક સવાર ફરાર થઇ ગયા હતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને સીસીટીવીની મદદથી આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના છાણી ટીપી-13 વિસ્તારમાં આવેલા આંબેડરનગરમાં રહેતા કાંતાબેન ડામોર તેમના બાળકોને સ્કૂલેથી લઇને ઘરે જઇ રહ્યા હતા તે સમયે સંસ્કૃતિ ફ્લેટ પાસે હેલ્મેટ પહેરીને બાઇક પર બે શખ્સો ત્યાં આવી ચડ્યા હતા અને મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડીને ફરાર થઇ ગયા હતા મહિલાએ બુમાબુમ કરતા આસાપાસના લોકો દોડી આવ્યા હતા અને તુરંત પોલીસને જાણ કરી હતી પોલીસે સ્થળ પર પહોંચીને આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી હતી