સુરતઃકતારગામ વિસ્તારમાં આવેલા પટેલ ફળિયામાં આવેલી હીરાના કારખાનામાંથી અંદાજે બે કરોડથી વધુના 1300 કેરેટ હીરાની ચોરી કરીને બે કારીગરો નાસી ગયાં હતાં જેથી કંપની દ્વારા પોલીસને જાણ કરાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છેકતારગામમાં આવેલા પટેલ ફળિયામાં ચાલતી એચવીકે નામની હીરાની કંપનીમાં બે કારીગરોને 1300 કરેટ હીરા બોઈલ કરવા માટે આપવામાં આવ્યાં હતાં બોઈલ કર્યા બાદ આ હીરા કારીગરોએ પરત મેનેજર કે શેઠને આપવાની જગ્યાએ લઈને નાસી ગયાં હતાં જેથી કંપની દ્વારા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી સહિતના ડોક્યુમેન્ટની તપાસ હાથ ધરી છે