દિલ્હીના અક્ષરધામ પાસે રવિવારે સવારે અજાણ્યા શખ્સો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું સવારે લગભગ 11 વાગે દિલ્હી પોલીસની ગાડી પર કારમાં સવાર લોકોએ ફાયરિંગ કર્યું હતું બાદમાં પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી
રિપોર્ટ મુજબ અક્ષરધામ પાસે દિલ્હી પોલીસે જ્યારે કારમાં સવાર શખ્સોને ઉભા રહેવા માટે કહ્યું તો તેમણે પોલીસની ગાડી પર ફાયરિંગ શરૂ કર્યું હતું પોલીસની જવાબી કાર્યવાહી જોતા જ આ શખ્સો ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ આ શખ્સો અક્ષરધામથી ગીતા કોલોની તરફ ભાગ્યા હતા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે
ઉલ્લેખનીય છે કે દિલ્હી-એનસીઆરમાં બદમાશો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવાના સમાચારો વારંવાર આવતા હોય છે શુક્રવારે જ દિલ્હીના દ્વારાકાના જાફરપુરા કલા વિસ્તારમાં પોલીસ અને બદમાશોની વચ્ચે થયેલા ઘર્ષણમાં પોલીસે ત્રણ બદમાશોની ધરપકડ કરી હતી આ ઘર્ષણમાં નંદૂ ગેંગના એક શખ્સને ગોળી પણ વાગી હતી