ગાંધીધામ:શહેરના શક્તિનગર વિસ્તારમાં આવેલા એક વેપારીના ઘર પર અજાણ્યા બાઈકસવારોએ ચાર રાઉન્ડ ધડાધડ ફાયરિંગ કર્યું હતું ફાયરિંગ કરીને બાઈકસવારો નાસી છૂટ્યા હતા આ મામલે વેપારીના ઘરે પોલીસ કાફલો દોડી ગયો હતો
શહેરના શક્તિનગરમાં કાપડના વેપારી જુનેદ મેમણના ઘર પર બાઈક પર આવેલા શખ્સોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને નાસી છૂટ્યા હતા ફાયરિંગના બનાવ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો દોડી ગયો હતો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એક વેપારીની ગોળી મારીને હત્યા કરાઈ હતી