જામનગર:સિક્કા ગામમાં ઉભી કરાતી દીવાલનું કામ ગ્રામજનોએ અટકાવતા GSFCના અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે હોબાળો થયો હતો જો કે પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી ગ્રામજનોનું કહેવું છે કે દીવાલ ઉભી થાય તો ગામમાં પાણી ભરાવાના મોટા પ્રશ્નો સર્જાઈ શકે છે આ સાથે જ સિક્કા નગરપાલિકાની મંજુરી ન હોવા છતાં GSFC દ્વારા દીવાલ તોડવાનું કામ શરૂ કરાયું હતું જેને લઈને રોષે ભરાયેલા ગામ લોકોએ દીવાલનું કામ અટકાવ્યું હતું