ઉપલેટા: ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં રહેતા સંજય મગનભાઇ મારવાણીયા (ઉવ44)ને તેના જ પિતા મગનભાઇ જાદવભાઇએ ખેતરમાં માથામાં પાવડો મારી હત્યા કરી હતી ઘટના બાદ મગનભાઇ સ્થળ પર હાજર રહ્યા હતા અને ઉપલેટા પોલીસે તેની ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં સંજય દારૂ પીવાની ટેવ ધરાવતો હોય અને કામ કરતો ન હોવાથી પિતાએ પુત્રની હત્યા કરી હોવાનું ખુલ્યું છે