ભાજપે રાજ્યસભા માટે આફ્રિકાના યુગાન્ડામાં જન્મેલા, ફિલ્મમાં કામ કરી ચૂકેલા વકીલ અભય ભારદ્વાજની પસંદગી કરી

DivyaBhaskar 2020-03-11

Views 1.2K

રાજકોટઃભાજપે રાજ્યસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોની જાહેરાત કરી છે રાજ્યની ખાલી પડેલી બે સીટમાંથી ભાજપે એક ઉમેદવાર તરીકે રાજકોટના ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે પૂર્વ આફ્રિકાના યુગાન્ડાના જીજા શહેરમાં જન્મેલા અને એસએસસી ભારતમાં કરી અખબારથી લઈને ધારાશાસ્ત્રી બની અગ્નિકાલ ફિલ્મમાં કામ કરી ચૂકેલા અભય ભારદ્વાજ 1977થી જનતા પાર્ટીથી સક્રિય રીતે પ્રવેશી રાજકારણના રંગે રંગાયા ભાજપ પક્ષમાં વિવિધ જવાબદારી નિભાવનાર અભયભાઈ હવે રાજ્યસભાની રાહ પકડશે

જીઝા ગુજરાતી મંડળના 13 વર્ષની વયે પ્રમુખ બન્યા

રાજકોટને કર્મભૂમિ બનાવનાર અભયકુમાર ગણપતરામ ભારદ્વાજનો જન્મ બીજી એપ્રીલ 1954ના રોજ પૂર્વ આફ્રિકાના યુગાન્ડાના જીઝા શહેરમાં થયો હતોભણવામાં તેજસ્વી અભયભાઈને યુગાન્ડા સરકારે ખાસ શિષ્યવૃતિ એનાયત કરી હતી જીઝા ગુજરાતી મંડળે 13 વર્ષની વયે પ્રમુખપદ આપી બહુમાન કર્યું હતુંએસએસસી ભારતીમાં કરી મુંબઈમાં બે વર્ષ વિજ્ઞાન વિદ્યાશાખાનો અભ્યાસ કરી સંજોગોના કારણે એરોનોટીકલ એન્જિનિયરીંગ છોડી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં અંગ્રેજી ફિલોસોફીનો અભ્યાસ કરી સ્નાતક થયા હતાં

41 યુનિવર્સિટીની ડિબેટમાં પ્રથમ રહ્યાં

માત્ર 17 વર્ષની વયે જનસતામાં જોડાયા અને 18 વર્ષે હિન્દુસ્તાનના સૌથી યુવાન સબ એડીટર બન્યા હતાં 21 વર્ષની વયે ગુજરાતની વ્યવસાય પત્રકારોની મંડળની કારોબારીમાં બિનહરીફ ચૂંટાયા હતાં હરિયાણાના કુરૂક્ષેત્રમાં અખીલ ભારતીય લો ડિબેટમાં 41 યુનિવર્સિટીના હરીફોની વચ્ચે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું

23 વર્ષની ઉંમરે રાજકારણમાં ઝંપલાવ્યું

1977માં જનતા પાર્ટીના શાસન વખતે 23 વર્ષની વયે રાજકોટ શહેર જીલ્લા જનતાપક્ષના મંત્રી બની ગુજરાત જનતા યુવા મોરચાના મગામંત્રી બન્યા તથા અખીલ ભારતીય કારોબારીમાં સ્થાન મેળવ્યું હતું

શશીકાંતને ફાંસી અપાવી

વકીલાતના વ્યવસાયમાં સફળતા મેળવનાર અભયભાઈની નીચે અત્યારે 210 જેટલા જુનિયર ધરાવવાનો વિક્રમ છે તેમણે શશિકાંત માળીને ફાંસીના માચડે ચડાવવામાં મહત્વનો રોલ ભજવીને દવે પરિવારને ન્યાય અપાવ્યો હતોબ્રાહ્મણોમાં એકતા લાવવા પરશુરામ યુવા સંસ્થાની સ્થાપ્ના કરી હતી

ફિલ્મમાં કામ કર્યું

હિન્દુ મુસ્લિમ એકતા, ધાર્મિક કાર્યક્રમો, ખેલજગત સહિતના દરેક આયોજનોમાં રસ લેનાર અભય ભારદ્વાજે અગ્નિકાલ ફિલ્મમાં શૂંટીંગ સમયે યોગ્ય વ્યવસ્થા કરાવી હતી સાથે જ ફિલ્મમાં જજનો રોલ કર્યો હતોબાપા સિતારામ ફિલ્મમાં ક્લેક્ટરનો રોલ કર્યો હતો

બારના પ્રમુખ રહ્યા

રાજકોટ બાર એસોમાં પ્રમુખપદ માટે બિનહરીફ ચૂંટાઈને પ્રમુખ રહ્યા હતાં કાયદા પંચમાં તેમની નિમણૂંક વડાપ્રધાને કરી હતી કેન્દ્રીય ઔદ્યોગિક જજોની નિમણૂંક પસંદગી સમિતીના સભ્ય તરીકે પણ તેઓ સેવા આપે છે

ત્રણ સંતાનોના પિતા

અભયભાઈના પરિવારમાં પત્ની અલ્કાબેન અને ત્રણ સંતાનોમાં સૌથી મોટા આશ્કાબેન, એડવોકેટ અમૃતાબેન અને જીંદાલ લો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા પુત્ર અંશભાઈ છે અભયભાઈના નાનાભાઈ નીતિનભાઈ ભારદ્વાજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય છે અને તેમણે વિવિધ પદો પર સેવા આપી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS