નવી દિલ્હી:દિલ્હીની જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં હિંસા મામલે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને સપોર્ટ કરવા માટે અભિનેત્રી દીપિકા પાદુકોણ પહોંચી હતી અહીં વિદ્યાર્થીઓ નારા લગાવી રહ્યા હતા ત્યારે દીપીકા ત્યાં તેમને સપોર્ટ કરવા સાથે ઉભી રહી હતી સ્વરા ભાસ્કરે દીપિકાની હાજરીની નોંધ લઇને ટ્વિટ કર્યું હતું જ્યારે દિલ્હી ભાજપના પ્રવક્તા તેજિંદરપાલસિંઘ બગ્ગાએ દીપિકાની ‘છપાક’ મુવી બોયકોટ કરવા માટે કહ્યું હતું