પોરબંદર:પોરબંદર નજીકના સમુદ્રમાં મધદરિયે કરંટ અને ઠંડા પાણી વચ્ચે કોસ્ટગાર્ડ દ્વારા સર્ચ અને રેસ્ક્યૂની દિલધડક કવાયત કરવામાં આવી હતી દરિયામાં આગ લાગેલી બોટ અને ડૂબતા ખલાસીઓને બચાવવા માટે તેમજ દરિયામાં વિમાન ક્રેસ વખતે બચાવ કામગીરી કેવી રીતે કરવી તે દર્શાવાયુ હતું
સમુદ્રમાં બોટમાં આગ લાગી હોય, ખલાસીઓ ડૂબતા હોય, વિમાન ક્રેસ થયુ હોય તે વખતે લોકોને શોધીને તેનો બચાવ કેવી રીતે કરવો ? તેમજ દરિયાની અંદર લોકોની સુરક્ષા કરીને તેમને હેમખેમ બહાર કેવી રીતે કાઢી શકાય તે અંગે પોરબંદર કોસ્ટગાર્ડ દ્રારા સર્ચ અને રેસ્ક્યૂની દિલધડક કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં ભારતીય વાયુસેનાનું MI-17 હેલીકોપ્ટર, કોસ્ટગાર્ડના 6 વહાણ ઉપરાંત 1 ડોરનીયર અરક્રાફ્ટ, 1 ચેતક હેલીકોપ્ટર તથા 1 નેવલ-શીપ અને મરીન પોલીસની 1 બોટ દ્રારા દિલધડક કવાયત હાથ ધરવામાં આવી હતી આ તકે ઇન્સ્પેકટર જનરલ રાકેશ પાલ, કમાન અધિકારી એસબાજપાઇ, એઆઇજી ઇકબાલસિંહ ચૌહાણ એ સમીક્ષા કરી હતી
ડૂબતા વ્યક્તિને હેલીકોપ્ટર દ્વારા બચાવવામાં આવ્યો
દરિયામાં એક વ્યકિત ડૂબી રહ્યો હતો જેને બચાવવા માટે હેલીકોપ્ટર દ્રારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ચાલુ હેલીકોપ્ટરે સ્પેશીયલ દોરડા વડે ડૂબતા વ્યકિતને બચાવી લેવાયો હતો આમ દિલધડક ડેમો કરવામાં આવ્યો હતો
માર્સ રેસ્ક્યૂ હાથ ધરાયુ
કોઇ ફલાઇટ ક્રેસ થયુ હોય અને વધુ લોકો દરિયામાં પડી ગયા હોય તેને બચાવવા માટે હેલીકોપ્ટર, બોટો સહિત સાધનો દ્રારા માર્સ રેસ્ક્યૂ હાથ ધરાયુ હતુ જેમાં લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા બાદ પ્રાથમિક સારવાર કેમ આપવી તેમજ તેઓના પરીવારજનોને જાણ કરવા માટે સેન્ટર ખોલવુ અને ઇજાગ્રસ્તોને કેવી રીતે હોસ્પીટલ ખાતે ખસેડવા તે અંગે પણ માહિતી આપવમાં આવી હતી
બોટમાં લાગેલી આગ બુઝાવાઇ
બોટમાં લાગેલી આગને બુઝાવવા માટે સુર નામના શીપે ઘટના સ્થળે પહોંચી પંપ મારફત બોટમાં લાગેલી આગને બુઝાવી હતી, આ શીપમાં રહેલ પંપ 120 મીટર પાણી ફેંકી શકે છે અને પાણી સાથે આગ બુઝાવવા માટે ફોમ પણ ફેંકી શકાય છે
સમુદ્રમાં બોટ લાઇફ રાફ્ટ દ્રારા રેસ્ક્યૂ કરાયુ
દરિયામાં વધુ લોકો ડૂબતા હોય ત્યારે બોટ લાઇફ રાફ્ટ વડે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં 3 દિવસનું રાશન અને 10 માણસો રહી શકે તેવી સુવિધાઓ હોય છે તેમજ એર ડ્રોપેબલ લાઇફ પણ છોડવામાં આવી હતી અલગ અલગ પરિસ્થિતી પ્રમાણે રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યા હતા