સુરતઃ સચિન હજીરા વચ્ચે ડમ્પર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બંનેના ક્લીનર ઈજાગ્રસ્ત થતા 108ની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંનેના હાથમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું છે મળતી માહિતી પ્રમાણે, ડમ્પર કોલસો ભરીને સચિન જતું હતું જ્યારે કન્ટેનગર હજીરા ખાતે આવેલી એસ્સારમાં જઈ રહ્યું હતું દરમિયાન ખજોદ ગામ નજીક કન્ટેનરના સ્ટીયરીંગમાં અચાનક લોક લાગી જતા કન્ટેનર બેકાબુ બની રોડ ડિવાઈડર પર ચઢીને રોંગ સાઈડ પર આવતા ડમ્પર સાથે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો જેને પગલે બંનેના ક્લીનરને ઈજા પહોંચી હતી ઘટનાની 108ને જાણ કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં બંનેના હાથમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું છે