યુવતીને પાછળ બેસાડીને જોખમી સ્ટંટ કર્યા, જોનારાના શ્વાસ અદ્ધર થઈ ગયા

DivyaBhaskar 2019-06-11

Views 1.1K

બેંગાલૂરૂમાં વાઈરલ થયેલા આ વીડિયોએ પોલીસની પણ ઉંઘ ઉડાવી હતી સોશિયલ મીડિયામાં અપલોડ કરાયેલ આ જોખમી સ્ટંટનાવીડિયોએબાદમાં ઉહાપોહ પણ મચાવ્યો હતો વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક તેના ટુ-વ્હીલરની પાછળ એક યુવતીને બેસાડીને પૂરપાટ ઝડપે ભગાવે છેથોડા આગળ જઈને તેણે માત્ર એક જ ટાયર પર જીવલેણ કહી શકાય તેવા સ્ટંટ કર્યા હતા તેની પાછળ બેઠેલી યુવતી પણ આ સ્ટંટની મજા લેતીજોવા મળી હતી પોલીસે પણ બાદમાં યેલાહંકાની સરકારી કોલેજમાં ભણતા નૂર અહેમદની ધરપકડ કરી હતી વધુમાં બહાર આવ્યું હતું કે તેનાપિતા રિક્ષાચાલક છે અને તેની પાસે તેનું કોઈ જ વ્હીકલ નથી આ સ્ટંટ જેટુ-વ્હીલર પર કર્યા હતા તે પણ તેના મિત્રનું હતું જો કે પોલીસે જ્યારે
યુવતી વિશે પુછ્યું તો સામે નવી જ વાત આવી હતીનૂરના જણાવ્યા મુજબ તેને યુવતીનું નામ જ ખબર છે બાકી કોઈ જ ઓળખાણ નથી યુવતીતેના સ્ટંટથી ઈમ્પ્રેસ થઈ ગઈ હોવાથી તેણે સામે ચાલીને પાછળ બેસવાની ઓફરકરી હતી પોલીસને શંકા છે કે આ વીડિયો આ યુવતી કે તેનીકોઈ બહેનપણીએ જ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS