અમેરિકાના ટેક્સાસમાં આવેલી અલ પાસો કોલેજમાં યોજાયેલા પદવીદાન સમારંભમાં એક વિદ્યાર્થીને સ્ટેજ પર સ્ટંટ કરવું ભારે પડ્યું હતું ટ્વિટર પર વાઈરલ થયેલા આ વીડિયોને 47 લાખથી પણ વધુ લોકોએ જોયો હતો તો સાથે જ અંદાજે 70 હજારવાર તો રિટ્વીટ પણ થયો હતો આમાં જોઈ શકાતું હતું કે લાઈનમાં આગળ વધતા એક સ્ટૂડન્ટને પદવી મળવાની એટલી બધી ખુશી હતી કે તેણે આ ક્ષણને યાદગાર બનાવવા માટે સ્ટંટ કરવાનું મનોમન નક્કી કર્યું હતું જેવો તે આ ડિગ્રી આપનાર ચીફ ગેસ્ટ પાસે પહોંચ્યો કે તરત જ તેણે ગ્રહણ કર્યા પહેલાં બેકફ્લિપ(હવામાં ઉંધી ગૂલાંટ મારવી) સ્ટંટ કર્યો હતો જોકે ત્યારબાદ જે થયું તે ખરેખર શોકિંગ હતું તે આ સ્ટંટ સફળતાપૂર્વક પૂરો કરે તે પહેલાં તો ગરદનના સહારે જ નીચે પટકાયો હતો આ જોઈને ત્યાં હાજર દરેકનું હૃદય ધબકારો ચૂકી ગયું હતું તેને ગરદનમાં ગંભીર ઈજા થઈ હોવાની માહિતી પણ સામે આવી હતી
-