બંગાળમાં ટીએમસી પાર્ટીમાંથી ભારે માર્જીનથી જીતેલી બે યંગ ગ્લેમરસ સાંસદ મીમી ચક્રવર્તી અને નુસરત જહાંની ચર્ચા ચારેકોર છે પહેલી જ વાર લોકસભા સાંસદ તરીકે સંસદ પહોંચેલી આ બંને બંગાળી બ્યૂટી આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ ગઈ જેનું કારણ છે તેનો પહેરવેશ જાધવપુરથી જીતેલી સાંસદ મીમી ચક્રવર્તી અને બશીરહાટથી જીતેલી સાંસદ નુસરત જહાં વેસ્ટર્ન ડ્રેસ પહેરીને સંસદમાં પહોંચી,, જેણે હાથમાં આઈકાર્ડ સાથે સંસદ બહાર કેટલાંક પોઝ આપ્યા અને આ તસવીરો તેના ફેન્સ માટે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી જેના પર યૂઝર્સ ભડક્યા હતા કોઈએ કહ્યુ કે આ તમારૂ શૂટિંગ પ્લેસ કે હોલિડે ડેસ્ટીનેશન નથી સાંસદ તરીકે સંસદની ગરિમા જાળવવી જોઇએ તો કોઈએ કહ્યુ તમને ચૂંટીને બશીરહાટના લોકોને શરમ આવી રહી છે સંસદને તમે મજાક બનાવી દીધી છે જોકે આ બંને સાંસદો પર યૂઝર્સની કમેન્ટ્સની કોઈ અસર થઈ નહોતી બંનેએ આ ટ્રોલિંગથી દૂર રહી શુભકામના આપનાર યૂઝર્સને શુક્રિયાનો રિપ્લાય કર્યો હતો ફિલ્મી દુનિયામાંથી આવવાના કારણે મીમી અને નુસરત ચૂંટણીપ્રચાર દરમિયાન પણ ટ્રોલર્સના નિશાને હતી છતાં બંને અભિનેત્રીઓએ 3 લાખથી વધુ મતોના અંતરથી પ્રતિદ્વંદીઓને હરાવી જંગી જીત મેળવી હતી