નખત્રાણા નજીક રામપરની વાડીમાં શુક્રવારે સવારે દુર્લભ એવો હેણોતરો કુવામાં પડી જતા તરત જ ગ્રામલોકો અને વનવિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતું,જો કે બહાર નીકળતા વેંત જ તે વન્યક્ષેત્રમાં ગાયબ થઇ ગયો હતો અતિ ચપળ એવો હેણોતરો આજથી સાત વર્ષ પહેલા આ વિસ્તારમાંથી વનવિભાગે રેસ્ક્યુ કર્યો હતો,ત્યારબાદ બહુજ ઓછો જોવા મળ્યો છેજો કે એકલ દોકલ લોકોએ જોયો હોવાનું જ જાણવા મળ્યું છેઆ વચ્ચે નખત્રાણા પૂર્વ રેન્જના રામપર (રોહા) વિસ્તારમાં સવારે કૂવામાં પડેલો હોવાની જાણ થતા જ પશ્ચિમ કચ્છના નાયબ વનસંરક્ષક બીજે અસારીના માર્ગદર્શનથી પૂર્વ રેન્જના આરએફઓ ડીએલ ચૌધરી સહિતની વનવિભાગની સ્થાનિક ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને ગ્રામલોકોનાસહયોગથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતું