પહેલા રેલવે સ્ટેશન પર લતા મંગેશકરનું ગીત ગાઇને અને બાદમાં હિમેશ રેસમિયા સાથે તેરી મેરી કહાની સોંગ ગાઈને ફેમસ થયેલ રાનૂ મંડલનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે આ વીડિયોમાં રાનૂ એક ખચાખચ ભરેલા હોલમાં મધૂર અવાજમાં ગીત ગાતી જોવા મળે છે રાનૂની સૂરીલી અવાજ આખા હોલમાં ગૂંજતા તાળીઓના ગડગડાટ થાય છે ઈન્સ્ટાગ્રામ પર રાનૂના ફેન પેજ પર આ વીડિયો શેર કરાયો છે જેના કેપ્શનમાં લખ્યું છે કે આ રાનૂનો પહેલો સ્ટેજ શૉ છે જે પશ્ચિમ બંગાળના નવદ્વીપમાં આયોજીત થયો હતો