સુરતઃદિલ્હીમાં વકીલો અને પોલીસ વચ્ચે થયેલાં ઘર્ષણ અને ત્યારબાદ વકીલો પર થયેલાં લાઠીચાર્જના કેસમાં આજે બુધવારના રોજ સ્થાનિક કોર્ટના વકીલો લાલ પટ્ટી ધારણ કરીને પોલીસની બર્બરતાનો વિરોધ કરવામાં આવ્યો છે સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે,વકીલો સવારે 11 કલાકે જિલ્લા ન્યાયાલય બિલ્ડિંગના મુખ્ય દરવાજા પાસે મોટી સંખ્યામાં હાજર રહી વિરોધ કરવામાં આવ્યો હતો ઉપરાંત દિવસભર વકીલો લાલપટ્ટી ધારણ કરશે દિલ્હીની તીસહજારી કોર્ટમાં વકીલો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ગોળીબાર પણ કરાયો હતો જેમાં એક વકીલને ગોળી વાગી હતી ઉલ્લેખનીય છે કે, કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પ્રદર્શન કરી રહેલા વકીલોને કામ પર પરત ફરવાની અપીલ કરી છે કાઉન્સિલે કહ્યું કે, ગુંડાગર્દી કરનારા વકીલોની ઓળખાણ કરવામાં આવે