આણંદ: મહા વાવાઝોડુ દીવ તરફ ફંટાયું છે પરંતુ તેની સાઈડ ઈફેક્ટ આણંદ ખેડા પંથકમાં જાવા મળી રહ્યું છે ગઈકાલ રાતથી જ વાદળોનો ઘેરાવો ચરોતર પંથકમાં જાવા મળ્યો છે રાત્રે હળવા છાંટા અવાર નવાર વરસતા હતા આજે સવારે પણ કાળા દીબાંગ વાદળોથી આકાશ છવાયેલું જાવા મળ્યું હતું સવારે પોણા નવ વાગ્યાના અરસામાં હળવા પવન સાથે ભારે વરસાદ શરુ થયો હતો જેના પગલે આણંદના માર્ગો ઉપર વરસાદી પાણી વહેતા થયા છે ૧૫ મીનીટ સુધી એકધાર્યો વરસ્યા બાદ વરસાદ ધીમો પડ્યો હતો જાકે નોકરીના જ સમયે વરસાદ પડતા નોકરીયાત વર્ગમાં ભાગદોડ મચી ગઈ હતી તેઓ વરસાદથી બચવા માટે દુકાનની છત કે ચ્હાની કીટલી ઉપર આશરો લેતા જાવા મળ્યા હતા