ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં એકબાજુ વિવાદોનો વંટોળ અને બીજીબાજુ પ્રથમ તબક્કાના મતદાન માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 1 ડિસેમ્બરે રાજકોટમાં મતદાન યોજાવાનું છે. તે પહેલાં નેતાઓનો નિવેદનોથી રાજકારણ ગરમાયું છે. ચૂંટણી ટાણે ધર્મના નામે રાજકારણ શરૂ થઈ ગયું છે. રાજકોટ પૂર્વમાં કોગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો ખૂબ વાયરલ થયો છે.
જંગલેશ્વર વિસ્તારમાં બે દિવસ પૂર્વે ઈન્દ્રનીલ રાજ્યગુરુની જાહેરસભા યોજાઈ હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, 'મારા પર મહાદેવ અને અલ્લાહ બંન્નેની દયા છે. મારા મતે અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે. જંગલેશ્વરમાં હિન્દુ-મુસ્લિમ બંન્ને સરખા લાગે છે. મારે બે નારા મારે એક સાથે બોલવા છે હું અલ્લાહ હું અકબર બોલું તમે મહાદેવ બોલજો.'