અમદાવાદ મ્યુ. કમિશનરે શહેરમાં પાની ભરાવાની સ્થિતિ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે અમદાવાદમાં સવારથી બપોરે 4 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. સૌથી વધારે ઉસ્માનપુરામાં 9 ઇંચ વરસાદ પડ્યો હતો. જેને કારણે શહેરના અનેક રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. જેની પાલિકામાં 5 જેટલી ફરિયાદો આવી હતી. પરંતુ પાલિકાના કર્મચારીઓએ વરસતા વરસાદમાં કામ કરીને સ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો કાર્ય હતા. અને ફક્ત 2 કલાકમાં જ જાહેર રસ્તાઓ ઉપરનું પાણી ઉતરી ગયું હતું. આ સાથે મ્યુ. કમિશ્નરે એમ પણ જણાવ્યું હતું કે અખબારનગર અંડર પાસ પર રહેલા પાણી પણ ઓસરી રહ્યાં છે. જેને લીધે તે રસ્તો પણ થોડીવારમાં શરૂ થઇ જશે.