મધુ શ્રીવાસ્તવને ગોળી મારવાવાળા નિવેદન પર ક્લીનચીટ મળતા કાર્યકરોમાં ખુશીનો માહોલ

Sandesh 2022-11-23

Views 217

ગુજરત વિધાનસભા ચૂંટણીની મતદાનની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે. નેતાઓ એકબીજા પર આક્ષેપો કરતાં જોવા મળે છે. આ બધાની વચ્ચે વાઘોડિયાના અપક્ષના ઉમેદવાર અને દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે, મારા કાર્યકરનો કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ. જેને લઇને વિરોધનો સૂર ઉઠ્યો હતો. બીજીબાજુ મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા નિવેદનને લઇને ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું હતું ત્યારબાદ ચૂંટણીપંચે નિવેદન ચોક્કસ વર્ગને બદલે જનરલ હોવાનું તારવ્યુ. પ્રાથમિક રીતે કોઈપણ આચાર સંહિતા ભંગ નહીનો રિપોર્ટમાં ઉલ્લેખ થયેલો છે. આમ મધુશ્રીવાસ્તવને ક્લિનચીટ મળતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS