દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસનો આગામી અધ્યક્ષ કોણ હશે તે અંગે નિર્ણય લેવાનો સમય હવે ખૂબ નજીક છે. કોંગ્રેસના નવા પ્રમુખની પસંદગી માટે 17 ઓક્ટોબરે મતદાન થવાનું છે અને 19 ઓક્ટોબરે મતગણતરી બાદ પરિણામ આવશે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રમુખ પદ માટેના બંને ઉમેદવારો શશિ થરૂર અને મલ્લિકાર્જુન ખડગે પોતપોતાના પક્ષમાં ડેલિગેટ્સ મેળવવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે.