ઉમિયા ધામ ઊંઝા ખાતે કડવા પાટીદારો નવા વર્ષની શરૂઆત માતાજીના દર્શન કરી કરતા હોય છે. ત્યારે આજે નૂતન વર્ષને લઈ ઉમિયા ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. દર્શન માટે સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી. નવા વર્ષને લઈ માં ઉમિયાને નંદીની સવારી સાથે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો તેમજ વિશેષ ફૂલોથી મંદિરને સજાવવામાં આવ્યું હતું.