અમદાવાદ ખાતે 145મી રથયાત્રા યોજાશે. જેમા ચંદન યાત્રા, મામેરું અને જળયાત્રા થઈ છે. તથા 29મીએ ભગવાન નિજ મંદિર આવશે. ત્યારે નેત્રોત્સવમાં સી.આર.પાટીલ, મેયર સહિતના
મહાનુભાવો હજાર રહશે. જેમાં ગજરાજોની પૂજા કરશે. તથા રથયાત્રા પૂર્વે 30મીએ ભગવાનનો સોનાવેશ હશે.
1 તારીખે જગતના નાથની નગરયાત્રા હશે. જેમાં 101 ટ્રક, 18 ભજન મંડળી સાથે 2000 સાધુ સંતો, ભગવાનના પ્રસાદમાં 30 હજાર કિલો મગ, 500 કિલો જાબુ, 400 કિલો કાકડી હશે.
1 જુલાઈએ સવારે 4 વાગે ગૃહમંત્રી અમિત શાહ આવશે. તથા 4.30 એ ભગવાનને ખીચડીનો પ્રસાદ અપાશે. તથા પહિંદ વિધિ સવારે 7.5 એ કરશે. જેનું લાઈવ પ્રસારણ પણ નિહાળી
શકાશે. તેમજ સવારે રથયાત્રાના પ્રસ્થાન થાય તે સમયે ભીડ ન થાય માટે દર્શનાર્થીઓ માટેના રૂટ મંદિરમાંથી જાહેર કર્યા છે. ભગવાન જગન્નાથજીની બે વર્ષ બાદની રથયાત્રા ધામધૂમથી
ઉજવાશે. જેમાં દોઢ કરોડનો રથયાત્રાનો વીમો છે. તેમજ PMને રથયાત્રાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં PM તરફથી પ્રસાદ પણ મંદીરમાં આવશે.