અમદાવાદમાં ભાઇએ જ ભાઇની હત્યા કરતાં ચકચાર મચી ગઇ છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આ ઘટના બની છે.
મળતી માહિતી પ્રમાણે સરદાર પટેલ સ્ટેડિયમ સામે કમલા સોસાયટીમાં મોટા ભાઈ નરેશ હેમવાનીની હત્યા નાના ભાઈ સુનિલ હેમવાનીએ કરી નાંખી છે. મોટા ભાઈને ચાકુના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી નાંખી છે. મિલકત બાબતે ઝઘડો થતા નાના ભાઈએ મોટા ભાઈ અને ભાભી પર ચાકુથી હુમલો કર્યો હતો.