ચીનમાં કોરોનાના કેસ વધવાની સાથે ભારત, પાકિસ્તાન અને અમેરિકા જેવા દેશોમાં પણ સંક્રમણ ફેલાવાનું જોખમ છે. પરંતુ હાલ તો કોરોના વાયરસ ચીનમાં તાંડવ મચાવી રહ્યું છે. ચીનના શાંઘાઈની 70% વસ્તી ચેપગ્રસ્ત છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ શાંઘાઈના એક સ્મશાનગૃહમાં દરરોજ 5 ગણા વધુ મૃતદેહો આવી રહ્યા છે. જેના કારણે પરિવારજનોને શોક કરવા માટે માત્ર 5 થી 10 મિનિટનો સમય મળી રહ્યો છે. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ બુધવારે ફરી એકવાર કહ્યું કે કોરોનાવાયરસ સંક્રમણ સંબંધિત ચીનના ડેટા ત્યાંની પરિસ્થિતિની સચોટ તસવીર નથી આપી રહ્યું. WHOએ એમ પણ કહ્યું કે ચીન આ રોગને કારણે હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુની સંખ્યાનો ઓછો અહેવાલ આપી રહ્યો છે.