ટેટ- 2ની તૈયારી કરતાં ઉમેદવારો માટે એક ખુશખબર મળી રહ્યા છે. ટેટ-2 માટે રાજ્ય પરીક્ષા બોર્ડે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ઉમેદવારો માટે આવેદનપત્ર અને ફી ભરવાનો સમય લંબાવામાં આવ્યો છે. હકીકતમાં તો આજે છેલ્લો દિવસ હતો પરંતુ તારીખ લંબાવાની હવે 15મી જાન્યુઆરી કરવામાં આવી છે. એટલે કે આવેદન પત્ર અને ફી ભરવાનો સમય 15 જાન્યુઆરી સુધીનો કરાયો છે. પરીક્ષાનો સંભવિત મહિનો ફેબ્રુઆરી અથવા માર્ચ 2023 હોઈ શકે છે.