મહારાષ્ટ્રના (Maharashtra) નાસિકમાં (Nashik) એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં એક બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માત નાશિક-ઔરંગાબાદ રૂટ પર નંદુરનાકા નામના સ્થળે થયો હતો. આ દુર્ઘટનામાં ઘણા લોકો દાઝી ગયા હોવાના સમાચાર છે. નાસિક પોલીસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. અકસ્માતની પુષ્ટિ કરતા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અમોલ તાંબેએ કહ્યું કે તેમાં કેટલાક લોકોના મોત થયા છે. હાલ મૃત્યુઆંક 11 જણાવવામાં આવી રહ્યો છે.