કર્ણાટકના બિદર શહેરમાં એક ઐતિહાસિક મસ્જિદમાં બળજબરીથી ઘૂસીને સૂત્રોચ્ચાર કરવા બદલ 9 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ ઘટના 6 ઓક્ટોબર ગુરુવારે બની હતી. એવો આરોપ છે કે કેટલાક તોફાની તત્વો પુરાતત્વીય સ્મારક મહમૂદ ગેવાન મદ્રેસા અને મસ્જિદમાં ગેરકાયદેસર રીતે તાળા તોડીને સુરક્ષા કર્મચારીઓને ધમકી આપી ગેરકાયદેસ ઘૂસ્યા હતા. જોકે, પોલીસનું કહેવું છે કે મસ્જિદમાં પ્રવેશવા માટે તાળું તોડવામાં આવ્યું નથી.